Theft in Limbdi Rajmahal: તસ્કરો રાજમહેલમાંથી 56 કિલો ચાંદીની વસ્તુઓ ઉઠાવી ગયા, પોલીસ થઈ દોડતી

🎬 Watch Now: Feature Video

thumbnail
સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી ખાતે આવેલા રાજમહેલમાં તસ્કરોએ હવે રાજમહેલને પણ નથી (Theft of silver valuables in Limbdi palace) છોડ્યો. આ રાજમહેલમાંથી તસ્કરો ચાંદીની અમૂલ્ય વસ્તુઓ સહિત કુલ 56 કિલો ચાંદીની વસ્તુઓની ચોરી કરી (Theft in Limbdi Rajmahal) ફરાર થઈ ગયા હતા. તો પોલીસે પણ હવે દોડતી થઈ છે. લિંબડી ખાતે આવેલા રાજવી પરિવારના દિગ ભુવન પેલેસમાં આ ચોરી (Theft at the Dig Bhuvan Palace of the royal family) થઈ હતી. રાજમહેલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બારીની લોખંડની ગ્રિલ તોડીને તસ્કરો મહેલમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ એક પછી એક એમ કુલ 10 સ્ટોર રૂમના તાળા તોડી ચાંદીની ફુલદાની, ચાંદીની ટ્રે, ચાંદીના ગ્લાસ, ફોટોફ્રેમ તેમ જ રેડીયો, હારમોનિયમ સહિતની કિંમતી વસ્તુઓ (Theft of silver valuables in Limbdi palace) ઉઠાવી ગયા હતાં. મહેલમાં ચોરી થયા અંગે રાજવી પરિવારને જાણ થતાં લીંબડી પોલીસને જાણ કરી હતી. ત્યારે લીંબડી PSI સહીતનો પોલીસ કાફલો ડોગ સ્કોડ અને FSLની ટીમ સાથે રાજમહેલમાં દોડી આવ્યા હતા. રાજમહેલમાંથી ચોરી થયેલી કિંમતી વસ્તુની બજાર કિંમત 35 લાખથી વધુની છે. આ ચોરીની પાછળ જાણભેદુ હોવાની પોલીસને શંકા છે. જ્યારે આ ચોરી એક દિવસમાં નહીં, પરંતુ છેલ્લા 10 દિવસમાં કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.