Suicide in Kheda: ખેડામાં કેનાલમાં કૂદી પ્રેમી યુવક યુવતીએ કરી આત્મહત્યા - ખેડામાં આત્મહત્યા
🎬 Watch Now: Feature Video
ખેડા જિલ્લામાં મહુધા તાલુકાના ફલોલી પાસેથી પસાર થતી (Suicide in Kheda) કેનાલમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ (Young woman man commits suicide in Kheda) મળ્યો હતો. જોકે, બંને પરિણીત હોવાથી સમાજ તેમના સંબંધને નહીં સ્વીકારે તેવી લાગણીથી બંનેએ આત્મહત્યા (Suicide in Kheda) કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બંનેએ દુપટ્ટો બાંધી કેનાલમાં ઝંપલાવ્યું હતું. તો મહુધા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બંને મૃતક કઠલાલ તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST