જસદણની હેન્ડીક્રાફ્ટના કારખાનામાં આગ, લાખોનો માલ બળીને ખાખ - jasdan latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5882985-thumbnail-3x2-agg.jpg)
રાજકોટઃ હેન્ડીક્રાફ્ટની ચીજ વસ્તુ બનાવતા કારખાનામાં અચાનક આગ લાગી હતી. ચાર માળના બિલ્ડિંગમાં આગ લાગી હોવાથી આસપાસના વિસ્તારના લોકોએ કારખાનાના માલિકને જાણ કરી હતી, ત્યાર બાદ જસદણ નગરપાલિકાના ફાયર અને ગોંડલ ફાયર ફાઈટર બોલાવી આગને કાબૂમાં લીધી હતી. જસદણના ચિતલીયા રોડ પર ગોવિંદ નગરમાં રહેતા ભારત હેન્ડીક્રાફ્ટના માલિક રાજુભાઈ બોધરાના જણાવ્યા અનુસાર, કારખાનામાં રહેલો કાચો માલ અને પાકો માલ સહિત આશરે પચાસ લાખથી વધારે રૂપિયાની નુકસાની થઈ હોવાનું જાણવ્યુ હતું.