પારડીમાં સી.આર. પાટીલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ યુથ કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદન પત્ર - District Youth Congress Committee
🎬 Watch Now: Feature Video

વલસાડ: જિલ્લાના પારડીમાં બુધવારે યોજાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અભિવાદન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. ત્યારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા યુથ પ્રમુખ રોનક શાહની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, પારડીમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારે ભીડ જામી હતી. ત્યારે જો એક પણ વ્યક્તિ ત્યાં કોરોનાથી સંક્રમિત હોય તો બીજા કેટલાયને કોરોનાનો ચેપ લાગી શકે છે. હવે પછી આવા કાર્યક્રમ ન થાય અને થાય તો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે થાય એવી માગ કરી છે.