વડોદરામાં ટ્રાફિક નિયમના પાલન માટે યુવાનની અનોખી પહેલ, જુઓ Video - ટ્રાફિક નિયમનના પાલન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4385852-thumbnail-3x2-ssss.jpg)
વડોદરા: શહેરમાં ટ્રાફિકના નિયમન માટે અનોખી પહેલ કરતો યુવાન, હેલ્મેટ પર જરૂરી દસ્તાવેજો લગાવ્યા છે. સમગ્ર દેશમાં 1 સપ્ટેમ્બરથી ટ્રાફિક નિયમને લઈને કડક કાયદો અને દંડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ નિયમનના પાલન માટે અનેક નવા આઈડિયા લોકો અજમાવતા હોય છે. વડોદરા શહેરના એક યુવક રામપાલ શાહ દ્વારા પોતાના હેલ્મેટ પર ટ્રાફિકને લગતા તમામ જરૂરી દસ્તાવેજો હેલ્મેટ પર લગાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ટ્રાઇવિંગ લાઇસન્સ, તેમજ પીયૂસી અને ઇન્સ્યોરન્સ જેવી વિવિધ જરૂરી ડિટેલ્સ હેલ્મેટ પર લગાવવામાં આવ્યા છે. રામપાલ શાહનું કહેવું છે કે, આવુ કરવાથી લોકોને એક સંદેશો મળશે કે, આ આપણી સેફટી માટે છે. જે જરૂરી છે અને કાયદાનું પાલન કરવું પણ જરૂરી છે.