દમણમાં દરિયાકિનારે ઉજવાયો વિશ્વ યોગ દિવસ
🎬 Watch Now: Feature Video
દમણઃ સમગ્ર દેશની સાથે સંઘપ્રદેશ દમણમાં પણ દરિયાના સાનિધ્યમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોટી દમણ લાઈટ હાઉસ ખાતે કરવામાં આવેલા ભવ્ય આયોજનમાં દમણ પ્રશાસક પ્રફુલ પટેલ સહિતના અધિકારીઓ શાળા કોલેજના બાળકોએ યોગ કરી આ દિવસની ઉજવણી કરી હતી. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દમણમાં મોટી દમણ લાઈટ હાઉસ ખાતે ભવ્ય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે દમણ પ્રશાસન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણ પ્રશાસક પ્રફુલ પટેલ, કલેકટર, જિલ્લા પંચાયત, નગરપાલિકા પ્રમુખ, સભ્યો, શાળા કોલેજના બાળકો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગના આસનો કર્યા હતા.