રાજકોટમાં 26મી જાન્યુઆરીને લઈને બાનાવાશે વર્લ્ડ રેકોર્ડ - રાજકોટ સમાચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસની રાજકોટ ખાતે ઉજવણી થવાની છે. જેને લઈને રાજકિત વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને લઈને 26મી જાન્યુઆરીના દિવસે રાજકોટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે છે. જેમાં રાજકોટમાં 10.6 ફૂટનો તિરંગો 42 હજાર જેટલા કાગળના ટુકડાથી બનાવવામાં આવશે,આ રાષ્ટ્રધ્વજ 22 દિવસની મહેનત બાદ તૈયાર થશે. અગાઉ આ પ્રકારનો રાષ્ટ્રધ્વજ UAE ખાતે બનાવવામા આવ્યો હતો. જેની સાઈઝ 9.5 ફૂટની હતી. ત્યારે રાજકોટમાં 10.6 ફૂટનો રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરીને વર્લ્ડરેકોડ બનાવવામાં આવશે.