લોકડાઉનમાં પરવાનગી બાદ સુરતની 125 જેટલી બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ શરૂ - Start work on the building construction site
🎬 Watch Now: Feature Video
સુરત: લોકડાઉનના ચોથા તબક્કાની જાહેરાત બાદ સરકારે આપેલી છૂટછાટ માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે મંગળવારે શહેરમાં પાલિકા કચેરીમાં ઉદ્યોગીક અને વેપારી એસોસીએશનની બેઠક મળી હતી. આ બેઠકમાં સુરત બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ દીપન શાહે જણાવ્યું છે કે શહેરની 125 જેટલી બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાઈટ પર હાલ કામ શરૂ થઈ ચૂક્યું છે. તેમજ તંત્ર તરફથી મળેલી મંજૂરી બાદ જે પ્રોજેકટના કામ બંધ પાડ્યા હતા તે હવે શરૂ કરી દેવામાં આવ્યા છે.