છતાં પાણીએ તરસ્યું પોરબંદર, મહિલાઓએ પાણી બાબતે કર્યો પાલિકા કચેરીનો ઘેરાવ - Housing Board Colony
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9829070-853-9829070-1607587774830.jpg)
પોરબંદરઃ જિલ્લામાં કડીયા પ્લોટ વિસ્તારમાં પટેલ ઓઇલ મિલ પાછળ આવેલા હાઉસિંગ બોર્ડ કોલોની આસપાસ છેલ્લા 4 મહિનાથી પાણીની સમસ્યા સર્જાઇ છે. ચાર ચાર દિવસે પાણી મળતા અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ ન થતા મહિલાઓએ પાલિકા કચેરીનોં ઘેરાવ કરી રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરતા પોરબંદર પાલિકાના ચીફ ઓફિસર હેમંત પટેલે આગામી 28 ડિસેમ્બર સુધીમાં આ સમસ્યા હલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું .