મહીસાગરના કડાણા ડેમમાંથી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી - Ghodiyar bridge
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ જિલ્લાના કડાણાના ઉપરવાસમાંથી થઈ રહેલી સતત પાણીની આવકને કારણે કડાળા ડેમમાંથી 1,51,060 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેથી મહી નદી પર આવેલા ઘોડીયાર પુલ તેમજ હાડોળ પુલ પાણીમાં ગરકાવ થતા રસ્તા બંધ થયા છે. કડાળા ડેમના ઉપરવાસમાં આવેલા મહી બજાજ ડેમમાંથી પાણીની આવક 1,51,060 ક્યુસેક જેટલી છે. કડાળા ડેમના 10 દરવાજા 8 ફૂટ ખોલી 1,30,560 ક્યુસેક પાણી, 4 પાવર હાઉસ દ્વારા 20,000 ક્યુસેક પાણી તેમજ સુજલામ સુફલામ કેનાલ દ્વારા 500 ક્યુસેક પાણી સાથે કુલ 1,51,060 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. હાલમાં ડેમનું જળ સ્તર 416 ફૂટ છે.