છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપુર - river
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુર: જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. તેમજ ઉપરવાસમાં વરસાદ વરસતા છોટાદેપુર માંથી પસાર થતી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા હતા. તેમજ સતત વરસાદ વરસતા વીજળી પણ વારંવાર ડુલ થતી હતી. જેથી લોકો હેરાન પરેશાન થતા હતા. તેમજ તંત્ર પણ દોડતું થયું હતું. વરસાદને કારણે ખાનગી સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની સ્થિતિ આ પ્રમાણે છે.છોટાઉદેપુર સવારે 06 થી 04 દરમ્યાન 121 M.M. કુલ 1251 M.M, કવાંટ 49 M.M. કુલ 1589 M.M, પાવીજેતપુર 125 M.M. કુલ 875 M.M, સંખેડા 57 M.M. કુલ 842 M.M, નસવાડી 58 M.M. કુલ 924 M.M,બોડેલી. 78 M.M. કુલ. 971 M.M, જિલ્લાનો કુલ વરસાદ. 6452 M.M. વરસ્યો હતો.