ભાવનગર: શહેરમાંથી રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટીમને કેટલાક ખેલાડીઓ આપ્યા છે, ત્યારે ક્રિકેટમાં રુચિ ધરાવતા શહેરવાસીઓની ઉગતી પેઢી એટલે બાળકો પણ નાનપણથી ક્રિકેટમાં રસ દાખવે છે. અંડર 14ના બાળકોની વર્ષોથી રમાતી સુરેન્દ્ર રશ્મિ ક્રિકેટ ટુર્નામેન્ટ પગલે આગોતરી તૈયારી કરાઈ છે, ત્યારે શહેરમાં ભરુચા કલ્બ ખાતે દર વર્ષે યોજાતી સુરેન્દ્ર રશ્મિ કપ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. શાળાકીય ટીમો વચ્ચે રમાનાર ટુર્નામેન્ટમાં કેટલીક ટીમોએ નોંધણી કરાવી છે. ત્યારે ટીમોને લઈને મેચોની ગોઠવણી પણ થવા લાગી છે.
ક્યાં રમાશે અને કેટલી ટીમો વચ્ચે કેટલા દિવસ જંગ જામશે: ભરુચા ક્લબના અંડર 23માંથી રમતા જયદેવસિંહ ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ભાવનગર ડિસ્ટ્રિક્ટ એસોસિયેશન અને સર ભાવસિંહજી ક્રિકેટ કલ્બ દ્વારા આયોજીત સુરેન્દ્ર રશ્મિ આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્ટ આવતી 27 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી રોજ ભરુચા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાવાની છે. જેમાં ભાવનગર શહેરની નામાંકિત શાળાકીય સંસ્થાઓએ ભાગ લીધો છે, જેમાં અંડર 14 સુધીના બાળકો જે પોતાનું પર્ફોમન્સ છે તેને રજૂ કરવા માટેની ઉત્તમ તક સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબ આવનાર સમયમાં દેવાની છે. ભાવનગર શહેરની જુદી જુદી 21 સંસ્થા જે શાળાકીય ધોરણે સંસ્થાયેલી આમા ભાગ લેવાની છે.
કઈ કઈ ટીમની થઈ નોંધણી ટુર્નામેન્ટમાં: ભાવનગર ભરુચા કલબમાં રમાનાર ટીમોને લઈને શાળાઓની ટીમની નોંધણી શરૂ કરવામાં આવી રહી છે. જેમાં સેન્ટ ઝેવિયર્સ, સેન્ટ મેરી ઈંગ્લીશ, ઘરશાળા, બી એમ કોમર્સ, હોમ સ્કૂલ ઈંગ્લીશ, આર્યકુળ, JK મેંદપરા, ફાતિમા કોન્વેન્ટ, વિદ્યાવિહાર,સ્વામિનારાયણ ગુરુકુળ, કેપીએસ, દક્ષિણામૂર્તિ, વિડીવીએસ ઈંગ્લીશ, સેન્ટ મેરી ગુજરાતી, જી એમ ડોંડા, જીજી સુતરીયા,જ્ઞાનગુરુ વિદ્યાપીઠ, સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાઇમરી (સરદારનગર), નાઇસ ધ પ્રાઇમરી, જ્ઞાનમંજરી જેવી શાળાઓની હાલ નોંધણી થઈ ચૂકી છે.
કેટલી ટીમો અને કેટલી મેચનું કરાયું આયોજન: ભાવનગર શહેરમાં આવેલા ભરૂચા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આગામી 27 તારીખથી સુરેન્દ્ર રશ્મી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે, જેમાં 21 જેટલી ટીમો વચ્ચે 8 જેટલી મેચો રમવાની છે, જેને લઈને તૈયારીઓ આદરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ સુરેન્દ્ર રશ્મિ કપ અંડર 14ના બાળકો માટે એક ઉર્જા ભરનારી ટુર્નામેન્ટ છે.
આ પણ વાંચો: