ETV BHARAT પર જુઓ કેવડિયામાં આવેલા એકતા ક્રુઝ બોટનો રાત્રીનો નજારો - એકતા ક્રુઝ બોટનો નજારો
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ કેવડીયા ખાતે આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે એકતા ક્રુઝ બોટ ઉમેરવામાં આવી છે. આ બોટનું લોકાર્પણ 21 માર્ચના રોજ કરવાનું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે આને મોકૂફ રાખવામાં આવ્યું હતું. જેથી હવે વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરના રોજ કેવડીયા આવી જંગલ સફારી અને એકતા ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે. આ ક્રુઝ બોટમાં આમ તો 202 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે, પરંતુ હાલ કોરોનાના નિયમોને પગલે માત્ર 100 લોકોને જ પરમિશન આપવામાં આવશે. આ ક્રુઝના રાત્રીના નજારા માટે જુઓ વીડિયો....