તૌકતે વાવાઝોડા બાદ સિંહ સલામતઃ જુઓ વિડીયો - tauktae cyclone news
🎬 Watch Now: Feature Video
તૌકતે વાવાઝોડા બાદ ગીર જંગલના સિંહો સલામત હોવાની વન વિભાગે સ્પષ્ટતા કર્યા બાદ આજે રાજ્ય સરકારના સચિવ રાજીવકુમાર ગુપ્તાએ ગીર જંગલના આકોલવાડી ગીર વિસ્તરમાં એકી સાથે 10 સિંહો રસ્તા ઓળંગતા હોય તેવા દ્રશ્યો વન વિભાગના સ્ટાફે મોબાઈલના કેમેરામાં કેદ કરેલો વિડીયો ટ્વીટ કર્યો છે. વરસાદ વરસ્યો હોય ત્યારે પુલ પરથી પાણી વહેતું જાય છે અને 10 સિંહ તેની મસ્તીમાં પસાર થઈ રહ્યાના દ્રશ્યો વનકર્મીએ કેમેરામાં કેદ કર્યા છે. આ દ્રશ્યો તૌકતે વાવાઝોડા બાદ સિંહો સલામત હોવાની વાતની પુષ્ટી આપી રહ્યા છે.