મોરબીમાં શિયાળાની શરૂઆત થતા ગરમ કપડાનું બજારમાં આગમન - Warm clothing market starts in Morbi beginning winter
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5079222-thumbnail-3x2-morbi.jpg)
મોરબીઃ રાજ્યમાં અતિ ભારે વરસાદ અને માવઠા બાદ આખરે ચોમાસાએ વિદાય લીધી છે છતાં હજુ ક્યાંક છુટો છવાયો વરસાદ જોવા મળે છે, તો બીજી તરફ ફૂલ ગુલાબી ઠંડી શરૂ થતા મોરબીમાં ગરમ કપડાની બજારો ધમધમવા લાગી છે. મોરબીમાં દર વર્ષે તિબેટીયન રેફ્યુજી દ્વારા ગરમ કપડાના બજારો સજાવાય છે. જેમાં આ વર્ષે પણ ઠંડીના આગમન સાથે તિબેટ રેફ્યુજી દ્વારા હાથ બનાવટના સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાના બજારો શરૂ થાય છે. ગરમ કપડાંની ખરીદી પણ વેગ પકડી રહી છે તિબેટીયન રેફ્યુજી દ્વારા વિવિધ ડિઝાઇન અને ક્વોલિટીના ગરમ કપડાં મળી રહેતા હોય જેથી સ્થાનિક બજારો છતાં અહીં પણ ગ્રાહકોની ભીડ જોવા મળે છે