વાંકાનેર વનવિભાગે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ૭ ફીરકી ઝડપી પાડી - Forest Department Raid
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લાના વાંકાનેરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉત્તરાયણ તહેવાર પર ચાઈનીઝની કાતિલ દોરીથી પક્ષીઓના જીવનની ડોર કપાઈ જતી હોય છે અને લોકો આવી કાતિલ દોરીઓનો ઉપયોગ ન કરીને પક્ષીઓને બચાવે તેવા શુભસંદેશ સાથે જનજાગૃતિ લાવવાના હેતુસર વાંકાનેરની અમરસિંહજી સ્કૂલના વિધાર્થીઓ સાથે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વાંકાનેરની બજારો અને મુખ્ય વિસ્તારમાં ફરી હતી. જેમાં વિધાર્થીઓએ વિવિધ બેનરો દર્શાવીને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાના અતિરેકમાં પક્ષીઓને હાની ન પહોંચે તેની ખાસ કાળજી રાખવા અંગે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા. બાદમાં ફોરેસ્ટ વિભાગે ચાઈનીઝ દોરીના વેપારીઓ ઉપર તવાઈ ઉતારી હતી જેમાં વાંકાનેરની બજારોમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું અને 7 જેટલી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની ફિરકીઓ કબ્જે કરીને વેપારીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી વાંકાનેર ફોરેસ્ટ ઓફિસર સી.વી.સાણજા ની દેખરેખમાં કરવામાં આવી હતી.