જનતા કરફ્યૂઃ વીરપુર જલારામ મંદિર 200 વર્ષમાં પહેલીવાર બંધ - સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર
🎬 Watch Now: Feature Video
વીરપુરઃ જગ વિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિર 200 વર્ષમાં પહેલી વખત બંધ કરવાનો વારો આવ્યો હતો. "દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ" ના સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય સંત શ્રી જલારામ બાપાનું જગ વિખ્યાત મંદિર વીરપુર કે જ્યાં કોઈપણ દાન વગર 200 વર્ષથી અવિરતપણે ભૂખ્યાને ભોજન આપવામા આવે છે. ગુજરાતમાં કે ભારતમાં ગમે તેવી પરિસ્થિતિ હોય કે કુદરતી આફતો સુનામી હોય કે ભૂકંપ, અથવા તો પૂજ્ય બાપાના પરિવારજનોમાં કોઈપણનો દેહવીલય થયો હોય ત્યારે પણ કોઈ દિવસ પૂજ્ય બાપાનું મંદિર કે બાપાનું અન્નક્ષેત્ર બંધ નથી રહ્યું પણ આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશની પ્રજાને રવિવારના રોજ જનતા કરફ્યુની અપીલ કરી હતી જેને લઈને વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામબાપાનું અન્નક્ષેત્ર તેમજ મંદિર ઇતિહાસમાં પહેલીવાર બંધ રહ્યું હતું જે એક અભૂતપૂર્વ ઘટના કહી શકાય.
Last Updated : Mar 23, 2020, 7:36 AM IST