"અમને નખમાં પણ રોગ નથી, અમને અહીંથી બહાર કાઢો": સુરેન્દ્રનગરમાં કોવિડ દર્દીઓનો વીડિયો વાયરલ - અમને નખમાં પણ રોગ નથી
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ શહેરની મુખ્ય સરકારી કોવિડ (ગાંધી) હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી વેદના જણાવી છે. શહેરના જોરાવરનગર ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીને છેલ્લા 14 દિવસથી હોસ્પિટલમાં દાખલ થયા બાદ હોસ્પિટલના ડોકટર કે સ્ટાફ દ્વારા કોઈ જ યોગ્ય સારવાર આપવામાં આવી નથી તેવો આક્ષેપ દર્દીઓ દ્વારા કરવામાં આવ્યો છે. કોવીડ હોસ્પિટલમાં પાણી અને જમવા સહિતની સુવિધાઓ પણ તંત્ર દ્વારા પુરી પાડવામાં ન આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોવીડ હોસ્પિટલમાં દાખલ થયા બાદ દર્દીને હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ દ્વારા રિપોર્ટ પણ આપવામાં આવતા ન હોવાનું જણાવ્યું છે. કોવીડ હોસ્પિટલમાંથી જ કોરોના પોઝિટિવ દર્દીઓએ વીડિયો વાયરલ કરી મદદ માંગતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. ઈટીવી ભારત વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
Last Updated : Sep 6, 2020, 10:49 PM IST