જામનગરના ધ્રોલમાં લોકડાઉનનું ઉલ્લંઘન, બજારોમાં લોકો ફરતા જોવા મળ્યા - ધ્રોલ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લામાં લોકડાઉનનું કડક પાલન થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે જામનગરના અમુક વિસ્તારોમાં લોકડાઉનનું ઉલ્લંઘન થતું હોવાનું જોવા મળ્યું છે. ખાસ કરીને ધ્રોલ શહેરમાં મુખ્ય બજારોની મોટાભાગની દુકાનો ખોલી હતી, તેમજ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના બજારોમાં ચહલપહલ કરતા જોવા મળી રહ્યા હતા. મહત્વનું છે કે જામનગરમાં શુક્રવારના રોજ 24 કલાકમાં 15 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને લોકડાઉનએ વધું કડક બનાવ્યું છે, છતાં પણ લોકો ક્યાંકને ક્યાંક પાલન ન કરતા હોય તે પણ બહાર આવ્યું છે.