વડોદરા મહાનગરપાલિકામાં 7 ગામનો સમાવેશ કરાતા ગ્રામજનોએ કર્યો વિરોધ - Municipal Corporation
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7792784-169-7792784-1593249696042.jpg)
વડોદરાઃ શહેરની આસપાસના 7 ગામના વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવાને કારણે છેલ્લા કેટલાક દિવસથી વિરોધનો વંટોળ ઉમટ્યો છે. વડોદરા નજીક ભાયલી ગામના રાયપુરા અને પાદરા જવાના માર્ગ પર 200 જેટલા ગ્રામજનોએ ચક્કજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ગામ લોકોએ ભાયલી બચાવો અને કોર્પોરેશન હટાવોના સૂત્રોચ્ચાર કર્યાં હતા. ડભોઇના ભાજપના પૂર્વ ધારસભ્ય બાલકૃષ્ણ પટેલ વિરોધમાં જોડાયા હતા.