કચ્છ: વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે, જે પ્રેમી લોકો માટે ખૂબ જ ખાસ હોય છે. તેઓ પોતાના પ્રેમી પાર્ટનર સાથે 'રોઝ ડે' થી લઈને 'વેલેન્ટાઈન્સ ડે' સુધીની ઉજવણી કરે છે. આ દરમિયાન ભુજની બજારમાં વેલેન્ટાઇન ડે માટે અવનવા ગિફ્ટ આવી ગયા છે. જેમાં ગર્લફ્રેન્ડ, પતિ, પત્ની અથવા બોયફ્રેન્ડને તેમજ કપલ માટે અને તમામ વયજૂથ માટે ગિફ્ટ ઉપલબ્ધ છે. તો આ વર્ષે કસ્ટમાઈઝ ચોકલેટ બુકે અને બોબોસ બુકેની માંગ વધારે જોવા મળી રહી છે.
વેલેન્ટાઈન ડે માટે ભુજની બજારમાં પ્રેમીઓ માટે વિવિધ ગિફ્ટ: પ્રેમ એટલે લોકોની એકબીજા પ્રત્યે લાગણી, એકબીજા પ્રત્યેનો વિશ્વાસ, એકબીજા માટે કંઈક કરી છુટવાની ભાવના. સંત વેલેન્ટાઇનની યાદમાં વિશ્વભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે. 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. આ દિવસે લોકો એકબીજાને પ્રેમનો એકરાર કરે છે તેમજ વિવિધ પ્રકારના સરપ્રાઈઝ ગિફ્ટ તથા કાર્ડ ની આપ-લે કરી પોતાનો પ્રેમ વ્યક્ત કરીને આ દિવસની ઉજવણી કરે છે.
7 દિવસનું વેલેન્ટાઈન વિક લોકો સેલિબ્રેટ કરે છે: ભુજના મયુર ફ્લાવર અને ગિફટના માલિક હેમેન શાહે જણાવ્યું હતું કે, 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીના વેલેન્ટાઈન વીક દરમિયાન લોકો ખૂબ ખરીદી કરતાં હોય છે. વેલેન્ટાઇન ડે તેમજ વેલેન્ટાઈન ડે પહેલાના 7 દિવસનું વેલેન્ટાઈન વીક જેમાં રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને આખરે 14 મી ફેબ્રુઆરીએ લેન્ટાઈન ડે પણ લોકો સેલિબ્રેટ કરતા હોય છે. આ વર્ષે ચોકલેટના કસ્ટમાઈઝ બુકે અને નવા બોબોસ બુકે આવ્યા છે. જેમાં મોટા બલૂનની અંદર ચોકલેટ, ટેડી, ફ્લાવર અને ગિફ્ટ આર્ટિકલ સાથેનું ગિફ્ટ હેમ્પર તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ફ્રેશ ફલાવર્સથી બનાવવામાં આવતા બુકેની પણ માંગ વધુ છે.
![ભુજના માર્કેટમાં કસ્ટમાઈઝ ચોકલેટ અને બોક્સ બુકેની ધૂમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-kutch-03-valentine-gifts-video-story-7209751_10022025140522_1002f_1739176522_43.jpg)
વેલેન્ટાઈન ડે દરમિયાન ટ્રેન્ડિંગ ગિફ્ટ: ટ્રેન્ડિંગ ગિફ્ટની વાત કરવામાં આવે તો મલ્ટી લાઇટીંગ ગ્લાસ વુડન વાળા ડોમમાં સંખ્યાબંધ વેરાયટીઓ આવેલ છે. જેમાં કપલ સ્ટેચ્યુ, ફ્લાવર, હાર્ટ, લવ લખેલા હોય છે. તો બેન્ચીસ પર બેઠેલા કપલ શોપીસ, ઝુલામાં કપલ શોપીસ, મ્યુઝીકલ ગ્લોબલ શોપીસ, સોફ્ટ ટેડી, ગિફ્ટ ઓફ બોક્સ, લાઇટીંગ મ્યુઝીકલ વાળા રોટેટિંગ ગ્લોબ, લવ મીટર, લવ કાર્ડ પોલીસ્ટોનના શોપીસમાં વિવિધ કલર શોપીસ તેમજ લવ લેટર સ્ક્રોલ અને રિવિલિંગ લવ નોટ્સ તદ્દન નવા જ પ્રકારના આવેલ છે.
![માર્કેટમાં કસ્ટમાઈઝ ચોકલેટ અને બોક્સ બુકેની ધૂમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23513294_t2.jpeg)
![કપલ કરે છે સરપ્રાઈઝ ગીફટ આપી આ દિવસની ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23513294_t1.jpeg)
ગોલ્ડન રોઝ, રેડ રોઝ આકર્ષક ગિફ્ટ બોક્સમાં: પ્રેમીઓ એકબીજા માટે ગોલ્ડન રોઝ, રેડ રોઝ કે જે આકર્ષક ગિફ્ટ બોક્સમાં આવે છે.તો સાથે જ વિવિધ પ્રકારના ગિફ્ટ આર્ટિકલ કે જેમાં સોફ્ટ ટોયઝ કપલ મગ , ફ્રેમ, ઘડિયાળ, લેમ્પ, તાજમહેલ, વોટર લાઇટીંગ ફ્રેમ, મિરર મેજિક ટચ લાઇટીંગ ફોટા ફ્રેમ, મ્યુઝીકલ પેન ડ્રાઈવ લેમ્પ, છત્રી વાળા લેમ્પ, રીમોટ કંટ્રોલ વિથ ટચ લેમ્પ, ટેડી બીયર વાળો લેમ્પ, ક્રિસ્ટલ હાર્ટ વાળો લેમ્પ, ક્રિસ્ટલ સ્ટોન લેમ્પ, ઇન્ફીનીટી લવ નામવાળો લેમ્પ, વુડન કેપ લેમ્પ, ડાયમંડ જડીત લેમ્પ જેવી ગિફ્ટ્સ પણ ઉપલબ્ધ છે.
![કપલ કરે છે સરપ્રાઈઝ ગીફટ આપી આ દિવસની ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23513294_t6.jpeg)
![માર્કેટમાં કસ્ટમાઈઝ ચોકલેટ અને બોક્સ બુકેની ધૂમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23513294_t5.jpeg)
દરેક વય જૂથ માટે કસ્ટમાઇઝ ગિફ્ટ ઉપલબ્ધ: વેલેન્ટાઇન સ્પેશિયલ કોમ્બો, હેમ્પર ગિફ્ટ, નામ વાળા વોલેટ-કીચેઇન, પાસપોર્ટ કવર, પીલો, કપલ ટી શર્ટ, બોલપેન, પેન સ્ટેન્ડ વીથ કલોક, રીવોલ્વીંગ ફોટો ફ્રેમ જરૂરિયાત મુજબની ગીફટો પર્સનલાઇઝ અને કસ્ટમાઇઝ પણ કરી શકાય છે. જો આપ આપની ગર્લફ્રેન્ડ, પતિ, પત્ની, બોયફ્રેન્ડ અને કપલ્સ માટે ગિફ્ટ લેવા ઇચ્છો છો તો બજારમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. 400 પ્રકારના કસ્ટમાઇઝ પ્રોડક્ટ્સ પણ બજારમાં ઉપલબ્ધ છે.
![કપલ કરે છે સરપ્રાઈઝ ગીફટ આપી આ દિવસની ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23513294_t3.jpeg)
![માર્કેટમાં કસ્ટમાઈઝ ચોકલેટ અને બોક્સ બુકેની ધૂમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23513294_t.jpeg)
150થી 2500 રૂપિયા સુધીની વિવિધ વેલેન્ટાઈન ગિફ્ટ: ખાસ કરીને આજના ઓનલાઇન યુગમાં લોકો ઓનલાઈન તો ગિફ્ટ ખરીદતા હોય છે, પરંતુ ઓફલાઈન સ્ટોર પર જઈને એ ગિફ્ટને જાતે પ્રત્યક્ષ રીતે જોઈને તેને ફીલ કરીને તેમજ તેની ગુણવત્તા જાણીને તેમજ પોતાની ઇચ્છા મુજબ કસ્ટમાઇઝ કરી શકાય છે. ત્યારે લોકો આજે પણ ઓફલાઈન સ્ટોર પર જઈને ખરીદી કરી રહ્યા છે. બજારમાં 150 થી 2500 રૂપિયા સુધીની વિવિધ વેલેન્ટાઈન ગિફ્ટ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: