વાંકાનેરના મેસરિયા નજીક રસ્તા પર દેખાયા દીપડાઓ, લોકોમાં કુતૂહલ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લાના વાંકાનેર તાલુકાના બાઉન્ડ્રી નજીક નેશનલ હાઈવેથી મેસરીયા ગામે જવાના રસ્તે બુધવારની રાત્રે અચાનક બે દીપડા દેખાતા લોકોમાં કુતૂહલ જાગ્યું હતું. બાદમાં આ જોડી બાવળની ઝાડીઓ પાછળ ચાલી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, રામપરા વિસ્તાર અને વાંકાનેરના અન્ય વિસ્તારમાંથી ચોટીલાના ઝરીયા મહાદેવ બાજુ જવા માટેનો રૂટ છે. આ સમગ્ર વીડી વિસ્તાર છે. જેને લીધે આજુબાજુના વિસ્તારમાં દીપડા અને અન્ય પ્રાણીઓ નજરે ચડતા હોય છે. ત્યારે ગત મોડી રાત્રીના સમયે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ મેસરિયા ગામ નજીક બે દીપડા રસ્તા પર જોવા મળ્યા હતા. વાહનનો અવર જવર જોઈ બને દીપડા ફરી ઝાડીમાં ચાલ્યા ગયા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફોરેસ્ટ વિભાગના અધિકારી સી.વી. સાણજા ત્યાં ટીમ સાથે દોડી ગયા હતા અને દીપડા ગ્રામ્ય વિસ્તારમાં નથી તેની પણ ચકાસણી કરી હતી.