‘વાયુ’ ચક્રવાત મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો સંદેશ - gujarti news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 12, 2019, 12:03 PM IST

Updated : Jun 12, 2019, 12:13 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ચક્રવાત વાયુનું સંકટ ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે. વાવાઝોડાની તમામ અસરોને પહોંચી વળવા રાજ્ય સરકારે કમરકસી છે. વાયુની ઝપટમાં આવનારા સંભવિત 11 જિલ્લાઓમાં વિશેષ સતર્કતા રખાઈ રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબમુખ્ય પ્રધાન નિતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ સાથે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મુખ્યપ્રધાને પ્રવાસીઓને 12 તારીખની બપોર સુધીમાં સલામત સ્થળે ખસી જવા અપિલ કરી છે. તેમજ રસ્તા ઉપર અથવા કાચા કે પતરાંના મકાનોમાં રહેતા લોકોને પણ સલામત જગ્યાએ જવા અપિલ કરી છે. આ સાથે તેમણે રાજ્ય સરકાર વાયુની વધારે નુકસાન થતું અટકાવવા શું કાર્યવાહી કરી રહી છે તેની પણ જાણકારી આપી હતી.
Last Updated : Jun 12, 2019, 12:13 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.