રાજકોટમાં રસ્તામાં પડેલા ગાબડાને લઈ વિરોધ કરતો વીડિયો વાઈરલ - સોશીયલ મીડિયા
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં અવિતર વરસાદ વરસતા ઠેર ઠેર જાહેરમાર્ગો અને રસ્તાઓ પર મસમોટા ગાબડા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ નવા બનાવેલા રસ્તાઓ પર ઠેર ઠેર ગાબડા પડતા જાગૃત નાગરિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક જાહેરમાર્ગ પર ગાબડામાં અંદર સૂઈને ઉપર માટી નાખીને ગાબડા પૂરી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વાતની પુષ્ટી Etv Bharat કરતું નથી.