ભરૂચમાં ડૉ.બાબા સાહેબ આંબેડકર વિશે આપત્તિજનક ટિપ્પણી કરતો વીડિયો વાઇરલ - ભરૂચમાં ડૉ. આંબેડકરનો વીડિયો વાઇરલ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ શહેરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર વિશે આપત્તિજનક ટિપ્પણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ. બાબ સાહેબ આંબેડકર અંગે આપત્તિજનક ટિપ્પણી કરતો વીડિયો વાઇરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોની ખરાઇ કરતા ભરૂચની રેલવે કોલોનીમાં આવેલા એક ગ્રાઉન્ડમાં બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં આ યુવાનો આંબેડકરને ટેડીબેર સાથે સરખામણી કરતા જોવા મળે છે, ત્યારે આ યુવાનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠી છે અને વિરોધ પ્રદર્શન પણ રવામાં આવશે. જો કે, આ અંગે ભારે વિવાદ થતાં આ યુવાનોએ ફરી એક માફી માગતો વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો.