નવી દિલ્હી : અમેરિકામાં ગેરકાયદેસર વસતા ભારતીયોને દેશનિકાલ કરવાના તબક્કામાં વધુ 119 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ ભારત પરત આવશે. આ લોકોને લઈને એક ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ રાત્રે 10 વાગ્યે અમૃતસરમાં ઉતરાણ કરે તેવી શક્યતા છે. આ અંગે સત્તાવાર સૂત્રોએ માહિતી આપી હતી.
ડિપોર્ટેડ ભારતીયોની બીજી બેચ : PTI એ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, અન્ય એક યુએસ લશ્કરી પરિવહન વિમાન C-17 ગ્લોબમાસ્ટર III 16 ફેબ્રુઆરીએ અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરશે, જેમાં આશરે 119 ભારતીય નાગરિકો હશે. આ કાર્યવાહી અગાઉ 104 વ્યક્તિઓને ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ થઈ હતી, જે બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ પર યુએસ સરકારની કડક કાર્યવાહીના બીજા તબક્કાને ચિહ્નિત કરે છે.
કયા રાજ્યના કેટલા લોકો ? સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાથી દેશનિકાલ કરાયેલા લોકોમાં પંજાબના 67, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશના 3, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 2-2 તથા જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે.
અમેરિકન સરકારનું કડક વલણ : સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બધા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના વતન પરત ન મોકલવામાં આવે ત્યાં સુધી દર બીજા અઠવાડિયે દેશનિકાલ ચાલુ રહેશે. આ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશેલા અથવા તેમના વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી રોકાયેલા વ્યક્તિઓ પર યુએસ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા ચાલી રહેલા કડક કાર્યવાહીનો એક ભાગ છે.
CM ભગવંત માને કર્યા ગંભીર આક્ષેપ : આ દરમિયાન પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને અમૃતસર એરપોર્ટ પર અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈ જતા બીજા વિમાનના સંભવિત ઉતરાણ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સાથે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે ષડયંત્રના ભાગ રૂપે પંજાબને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
#WATCH | Amritsar | Punjab CM Bhagwant Mann says, " there is a conspiracy to defame punjab and punjabis... the first plane landed in amritsar... now, a second plane (carrying indian citizens who allegedly illegally migrated to the us) will land in amritsar... the mea should tell… pic.twitter.com/dJfn6Abx0V
— ANI (@ANI) February 15, 2025
મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું કે, "ભાજપના નેતૃત્વ હેઠળનું કેન્દ્ર હંમેશા પંજાબ સાથે ભેદભાવ કરે છે. તે પંજાબને બદનામ કરવાની કોઈ તક છોડતું નથી. એક ષડયંત્રના ભાગરૂપે તેઓ પંજાબ અને પંજાબીઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."