ગીર સોમનાથમાં નદી પાર કરતા સિંહ પરિવારનો વીડિયો બન્યો આકર્ષણનું કેન્દ્ર - નદી
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ગીર સોળે કળાએ ખીલેલું દેખાય છે. તેમાં પણ ગીરના રાજ પરિવારસમા સિંહ પરિવારને જોવાનો આનંદ અલગ જ હોય છે. સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને રોમાંચિત કરતા આવા દ્રશ્યો સામે આવ્યા છે. ગીરમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર સર્જાયો છે. તમામ નદી નાળા છલકાયા છે. ત્યારે ગીર સોમનાથમાં નદીના વહેણને પસાર કરતા 3 સિંહણ અને 1 નાના સિંહ બાળનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં નાના સિંહબાળના પાણીમાં દોડતા મસ્તીખોર અંદાજને જોઈને કોઈપણ વ્યક્તિ મોહિત થઈ જાય છે.