જી જી હોસ્પિટલમાં ડોકટર્સ-નર્સ સહિતના કર્મચારીઓ માસ્ક વગર ડ્યૂટી કરતાં હોવાનો વીડિયો વાઇરલ - જામનગર જિલ્લા કલેકટર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8127344-33-8127344-1595413459390.jpg)
જામનગરઃ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડયા છે. જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી તમામ લોકોને ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીષ પટેલે ગઇકાલે જ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલ કરવાની જાહેરાત કરી છે. પરંતુ હૉસ્પિટલમાં ખુદ ડોક્ટર નર્સ તેમજ અન્ય કર્મચારીઓ જ માસ્ક પહેરતા નથી. જેનો વીડિયો તેમજ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આ ઉપરાંત જી જી હોસ્પિટલમાં ફરજ બજાવતા મોટા ભાગના ડૉક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફ અને પટ્ટાવાળા માસ્ક પહેર્યા વિના જ ડ્યૂટી નિભાવી રહ્યાં હોવાનું બહાર આવ્યું છે.