ઉપરાષ્ટ્રપતિ વૈંકૈંયા નાયડુ આણંદની મુલાકાતે, બે દિવસીય વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી - વૈંકૈયા નાયડુ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
આણંદ: શહેરમાં આવેલા એન.ડી.ડી.બી.સંકુલમાં તારીખ 14 ડિસેમ્બર 2019ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈંયાનાયડુ ઇરમામાં આયોજિત ઇરમાના સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા પધારી રહ્યા છે. તેઓ પહેલાં ઉપરાષ્ટ્રપતિ એન.ડી.ડી.બી.સંકુલની મુલાકાત નિરીક્ષણ કરશે. તેઓની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ હાજરી આપશે. આ વેળાએ એન.ડી.ડી.બી.ના સંચાલકો સાથે રહેશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ચારૂતર મંડળ આયોજિત ચારૂત્તર વિધામંડળના કાર્યકાળના 75 વર્ષ પૂર્ણ કરવા પ્રસંગે પ્લેટિનમ જ્યુબીલી મહોત્સવના ઉદ્ધાટન ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા જશે. શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલા ચારૂત્તર વિધામંડળના પ્લેટિનમ જ્યુબીલી મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલનું ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવકારશે અને અમૃતમહોત્સવ કાર્યક્રમમાં જશે. ત્યારબાદ 15 ડિસેમ્બર 2019ના રોજ સવારે 9 વાગ્યે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ SP યુનિવર્સિટીમાં યોજાનાર કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ રવાના થશે.