GMDCમાં વરસાદી માહોલ વચ્ચે વાયબ્રન્ટ નવરાત્રી... - વાયબ્રન્ટ નવરાત્રી
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નવરાત્રી ફેસ્ટિવલ સોસાયટી દ્વારા 29 સપ્ટેબર થી 7 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ વિજય રૂપાણી દ્વારા લોકસંસ્કૃતિ ને પ્રોત્સાહન આપવાના હેતુથી નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા પ્રવાસન મંત્રી વાસણભાઇ આહિર સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા... ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર બીજલ પટેલ, સંસદ સભ્ય હસમુખ પટેલ અને કિરીટ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઉદ્ઘાટન સમારંભમાં વિવિધ દેશોના રાજદૂતો અને પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.