સાવરકુંડલામાં શાકભાજી વેપારીઓ હડતાલ પર ઉતર્યા
🎬 Watch Now: Feature Video
અમરેલી: સાવરકુંડલામાં શાકભાજીના વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે. 200થી વધુ શાકભાજીના વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં શાકભાજી વેચાણમાં થઈ રહેલી હાલાકીને કારણે વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે. વેપારીઓ નાવલી નદીના પટમાં સૂત્રોચ્ચાર કરી યોગ્ય ન્યાય આપવા માટે માંગણી કરી રહ્યા છે, તેમજ નાવલી નદીમાં જ શાકભાજી વેચાણની છૂટ આપવા માગ કરી રહ્યા છે. શાક માર્કેટના વેપારીની હડતાલથી સાવરકુંડલાના શહેરીજનોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજીનું વેચાણ નાવલી નદીમાંજ થઈ રહ્યુ છે. પરંતુ કોરોના મહામારીના કારણે સ્થળ બદલવામાં આવ્યું હતું.