ગાંધી જ્યંતી નિમિત્તે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા - gandhi jayanti in porbnder
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ ગાંધી જ્યંતીના દિવસે પશ્ચિમ રેલવે વિભાગ ભાવનગર મંડળ દ્વારા પોરબંદર રેલવે સ્ટેશન પર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં 300 રેલવે કર્મચારીઓએ સ્વચ્છતાના શપથ લીધા હતા. આ ઉપરાંત અધિકારીઓ અને તેમના પરિવારના સદસ્યો સહિત સ્વૈચ્છીક સંસ્થાઓના અગ્રણીઓએ શ્રમદાન કર્યું હતું. આ ઉપરાંત રેલવે સંસ્કૃતિની કમિટી દ્વારા નુકકડ નાટકનું આયોજન કરાયું હતું. જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંદેશો આપ્યો હતો. પ્લાસ્ટિકથી થતાં નુકસાન અંગે માહિતી અપાઈ હતી. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે પ્લેટફોર્મ ખાતે કવરસેડ, અને સ્ટેશનની સુંદરતા માટે બનાવેલા મીની ગાર્ડનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રમેશભાઇ ધડુકે ગાંધી ગેલેરીની મુલાકાત લઈ પ્રદર્શન નિહાળ્યું હતું. સાંસદના હસ્તે રેલ્વે અધિકારી ઓને કાપડની થેલીનું વિતરણ કરાયું હતું.
Last Updated : Oct 4, 2019, 12:51 PM IST