વાપીના સાઈ શક્તિ યુવા મંડળના ગણપતિ, નથી ઉઘરાવવામાં આવતો ફાળો - ચેતન કહારે
🎬 Watch Now: Feature Video
વાપીઃ શહેરમાં મચ્છી માર્કેટ વિસ્તારમાં સાઈ શક્તિ યુવા મંડળ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. તેઓ દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન કોઈપણ પાસેથી એક પણ રૂપિયાનો ફાળો લેતા નથી. તે તમામ ખર્ચ યુવક મંડળના સભ્યો જ કરે છે. વાપીમાં આ મંડળના શ્રીજી લોકોમાં આસ્થાનું પ્રતીક ગણાય છે. દરરોજ સવારે સાંજે આરતીમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉપસ્થિત રહે છે. મંડળ દ્વારા ભાવિક ભક્તો માટે સતત 11 દિવસ સુધી પ્રસાદ, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. 11માં દિવસે વિસર્જન કરવામાં આવે છે. જે દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.