વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મિશન ઇન્દ્રધનુષનું આયોજન બાકી રહી ગયેલા બાળકોને થશે રસીકરણ - બાળકોને થશે રસીકરણ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5248740-thumbnail-3x2-vld.jpg)
વલસાડઃ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઝીરો થી બે વર્ષના બાળકો માટે વિશેષ રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે દરેક માતા-પિતાઓ પોતાના બાળકોને આરોગ્ય પ્રત્યે ખૂબ જાગૃત રહેતા હોય છે અને ઝીરો થી બે વર્ષ સુધીના તમામ બાળકોને તેઓ સમયસર વિવિધ રસીઓનું રસીકરણ કરાવતા હોય છે. પરંતુ ખૂબ જ ગ્રામીણ કક્ષાએ રહેતા અને ખાસ કરીને બહારથી આવીને મજૂરી કામ કરતા પરિવારોનાં બાળકો આવા રસીકરણ અભિયાનથી વંચિત રહી જાય છે. આવા બાળકોને શોધી કાઢી તેમને રસીકરણ કરવા માટે આગામી તારીખ 3, 4 અને 5 ડિસેમ્બરના રોજ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મિશન ઇન્દ્રધનુષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર જિલ્લામાંથી 511 જેટલા બાળકોને રસીકરણ કરવામાં આવશે, જ્યારે સગર્ભા માતાઓ 129 રસીકરણ કરવામાં આવશે તો સમગ્ર જિલ્લામાંથી 175થી વધુ બાળકોને તેમજ સગર્ભા માતાઓને આ રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવશે. જિલ્લામાં આવીને વસવાટ કરી પોતાની રોજીરોટી મેળવી ગુજરાન ચલાવતા અને એક મજૂર પરિવારોના નાના બાળકો સાત પ્રકારની રસીઓથી વંચિત રહી જતા હોય છે. આવા બાળકોને શોધી કાઢી તેમનું રસીકરણ કરવાની કામગીરી વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મિશન ઇન્દ્રધનુષ ને અનુલક્ષી કરવામાં આવશે.