વડોદરામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા 150 રીક્ષા ચાલકોને અનાજ કીટનું વિતરણ - અનાજ કીટનું વિતરણ
🎬 Watch Now: Feature Video
કોરોનાના કપરા સમયમાં VYO, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા જનસેવા કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વ્રજરાજ કુમાર મહોદયના સાનિધ્યમાં 150 રીક્ષા ચાલકોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી.જનસેવાના આ ભગીરથ કાર્યમાં શહેરના નામાંકિત બેંકર હાર્ટના ડોક્ટર દર્શન પણ હાજર રહ્યા હતા. લોકડાઉનના સમયમાં મુશ્કેલીમાં મુકાયેલા રીક્ષા ચાલકોને અનાજની કીટ આપી 'જનસેવાએ પ્રભુસેવા'નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.