પાણીની સમસ્યા ઉકેલવા તંત્ર હરકતમાં આવ્યું - vadodra city water issue
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ દિવાળી સમયે પાણીની સમસ્યા ઉકેલવા તંત્ર હરકતમાં આવ્યું. શહેર નજીક સ્થીત નિમેટા પ્લાન્ટમાં થયેલી ગડબડી શોધવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. પાણીને કારણે પ્રજાને થઇ રહેલી હાલાકીનો ઉપાય નિવારવા માટે સરકાર ગંભીર થઈ છે. જળ વિભાગના અધિકારીઓ નિમેટા પ્લાન્ટમાં ઉભી થયેલી ખામીને શોધી એને દૂર કરશે. વિવિધ વિસ્તારની સોસાયટીમાં પાણી ઓછા પ્રેસરથી મળી રહ્યું છે. આ સમસ્યાને લઈને શુક્રવારના રોજ શહેર નજીક આવેલ નિમેટા પ્લાન્ટની રાજ્યપ્રધાન યોગેશ પટેલ, સાંસદ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સહિતના અધિકારીઓએ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.