U-19 ક્રિકેટ વર્લ્ડ કપ: ભારતીય ટીમમાં વડોદરાના શાશ્વત રાવતની પસંદગી - Vadodara shashvat ravat selected in Under 19 cricket World cup

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 3, 2019, 11:16 PM IST

વડોદરા: બરોડાની અંડર 19 ટીમના ઓલ રાઉન્ડર શાશ્વત રાવતની અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થઇ છે. શાશ્વત વડોદરાનો છે અને બરોડા અંડર-19 ટીમનો કેપ્ટન અને ઇન્ડિયા અંડર-19 ટીમમાંથી વન ડે ઇન્ટરનેશનલ પણ રમી ચૂક્યો છે. ઓલ રાઉન્ડર શાશ્વત રાવત મૂળ ઉત્તરાખંડથી અને વર્ષોથી તેનો પરિવાર વર્ષોથી વડોદરામાં સ્થાઇ થયો હતો. શાશ્વત બાળપણથી ક્રિકેટ રમી રહ્યો છે. શાશ્વત લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે અને રાઇટ હેન્ડ મીડિયમ ફાસ્ટ બોલર છે. તેને પ્રથમ વખત વર્ષ 2018-19માં બરોડા અંડર-19 ટીમમાંથી રમવાની તક મળી હતી અને કૂચ બિહાર ટ્રોફી ટૂર્નામેન્ટ વખતે તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ક્રિકેટમાં સારા પરફોર્મન્સના આધારે ઇન્ડિયા અંડર-19 કેમ્પમાં તેની પસંદગી થઇ હતી અને પછી તે ઇન્ડિયા અંડર-19 ટીમ વતી અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા સામે વન ડે ઇન્ટરનેશન ટૂર્નામેન્ટ રમી ચુક્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.