વડોદરા સાડીના વેપારીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - કોરોના અસર
🎬 Watch Now: Feature Video
વડોદરા: આંશિક લોકડાઉનમાં વેપાર-ધંધા પડી ભાંગતા સાડી ડ્રેસ રેડીમેડ ગારમેન્ટના વેપારીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી આપવીતી જણાવી 13 મે પછી વેપાર-ધંધા શરૂ કરવાની માંગ સાથે સરકાર રાહત આપે તેવી અપેક્ષા સેવી છે.
કોરોના મહામારીમાં વડોદરા શહેર જિલ્લામાં નાના વેપારીઓની હાલત કફોડી બની છે. છેલ્લા 15 મહિનાથી હાલાકી ભોગવતા વેપારીઓ સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે 11 મે ના રોજ વડોદરા શહેરમાં સાડી ડ્રેસ તથા રેડીમેડ ગારમેન્ટના વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 13 મે પછી દુકાનો શરૂ કરવા માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, મટિરિયલના તેમજ કર્મચારીઓના વેતન બાબતે મુશ્કેલી ઊભી થઈ છે. વેપાર-ધંધો કાર્યરત ન હોય બજેટ ખોરવાયું છે. જેથી વેપારીઓને મજબૂત કરવા માંગ કરી હતી કે, આગામી 13 મે પછી દુકાનો શરૂ કરવા મંજૂરી આપવામાં આવે તથા બેન્કમાં છ મહિના માટે મોડિટોરિયમ કરી આપવું જોઈએ. આ ઉપરાંત પાલીકા વેરા બીલમાં અને વીજ કંપની વીજ બીલમાં રાહત આપે તેમજ PF અને નાણાં એક વર્ષ માટે સરકાર ભરે જેથી વેપારીઓ સક્ષમ થઈ શકે.