વડોદરા દુષ્કર્મ કેસ: પોલીસે બન્ને આરોપીઓ પાસે રિકન્ટ્રક્શન કરાવ્યું - vadodra smachar
🎬 Watch Now: Feature Video
વડોદરા: નવલખી સગીરા સાથે થયેલ દુષ્કર્મના બન્ને આરોપીઓ પાસે પોલીસે ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. શહેરના નવલખી ખાતે સગીરા સાથે દુષ્કર્મના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વડોદરાના તરસાલીથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ આરોપીઓની ઓળખ પરેડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. ફરિયાદીએ કિશન માથાસુરિયા અને જશો સોલંકીને પીડીતાએ ઓળખી બતાવ્યાં હતા. વડોદરા પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ પણ માગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે 14 દિવસના રિમાન્ડ નહીં આપતા 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.