વડોદરામાં જનતા કરફ્યૂને લોકોનું શાનદાર સમર્થન, શહેરમાં સન્નાટો જોવા મળ્યો - શાનદાર સમર્થ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ આખી રાત શાકભાજીના વેપારીઓથી ધમધમતું ખંડેરાવ શાક માર્કેટ અને સયાજીપુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી માર્કેટમાં પણ સન્નાટો જોવા મળ્યો હતો. જનતા કરફ્યૂના કારણે આસપાસના ગામો, તેમજ પાડોશી શહેરો, નગરોમાંથી આવતા શાકભાજીની આવક બંધ રહેતા માર્કેટો સૂમસામ રહ્યાં હતા. આ સાથે ફ્રૂટ બજાર અને ફૂલ બજારો પણ બંધ રહ્યાં હતા. કોરોના વાઇરસની ચેઇનને અટકાવવા માટેના જનતા કરફ્યૂમાં નાના શાકભાજીના ફેરીયાઓ, ફૂલમાળી, ફ્રૂટના વેપારીઓ પણ જોડાયા હતા અને ઘરમાં રહીને દિવસ પસાર કર્યો હતો.