વડોદરામાં ધંધાદારી અર્થે ચાલતી દુકાનને પાલિકાએ કરી સીલ - વડોદરા પાલિકાએ દુકાનો કરી સીલ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના ચાર દરવાજા પૈકી ન્યાયમંદિર વિસ્તારમાં સાધના ટોકીઝની ગલીમાં આવેલી ફૂટવેરની દુકાન પાલિકાએ સીલ કરી હતી. પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગએ રહેણાંક પરવાનગીમાં ધંધાદારી અર્થે ચાલતી દુકાનને નોટીસ આપી હતી. તેમજ પુષ્પ સુદન એપાર્ટમેન્ટમાં આવેલી દુકાન સામે પાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ વાડી પોલીસ મથકના સ્ટાફ સાથે પહોંચેલી પાલિકાની ટીમે દુકાને સીલ કરી હતી.