વડોદરા મહાનગરપાલિકાની બેધારી નીતિ, સરકારી કચેરીઓનો કરોડો રૂપિયોનો વેરો વસુલવાનો બાકી
🎬 Watch Now: Feature Video
વડોદરા મહાનગરપાલિકાની (Vadodara Municipal Corporation) બેધારી નીતિના પાપે સરકારી ઇમારતોના બાકી પડતા વેરાના રૂ.30 કરોડ અને વીજકંપનીના રૂ. 2.46 કરોડ વર્ષોથી ભરાતા નથી. પ્રજા પર કાયદાના દંડો વિઝતાં શાશકો અને કહેવાતા સ્માર્ટ અધિકારીઓના હાથ સરકારી ઇમારતોનો વેરો વસુલ કરતાં ધ્રૂજે છે. કોંગ્રેસના પ્રવક્તા અમિત ઘોટિકરે પાલિકા નીતિનો વિરોધ કરી તાત્કાલિક ધોરણે સરકારી ઇમારતોના વેરાની કડક વસુલાત કરવાનો પક્ષ મુક્યો હતો. અધિકારીઓ અને શાસકોની બેધારી નીતિથી પાલિકાની તિજોરીને કરોડોનો ખાડો પડી રહ્યો છે, ત્યારે ધૃતરાષ્ટ બની બેઠેલા તંત્રની આંખ ક્યારે ખુલશે તે સવાલ ઉભો થાય છે.