વડોદરામાં મોબાઈલ એસેસરીઝની દુકાનો બંધ કરાવી અસામાજિક તત્વો દ્વારા તોડફોડ - Shops closed in Vadodara by anti-social elements
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરમાં મરીમાતાના ખાંચામાં મોબાઈલ એસેસરીઝનું વિશાળ માર્કેટ આવેલું છે. જેમાં શુકવારના રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વો માર્કેટમાં ધસી આવ્યા હતા. તેમજ દુકાનધારકોને આટલી મોડે સુધી દુકાનો કેમ ચાલુ રાખો છો, દુકાનો બંધ કરો તેમ જણાવી 5થી 6 દુકાનોમાં તોડફોડ કરાતાં દુકાનદારોમાં ભયનો માહોલ વર્તાયો હતો. ત્યારબાદ દુકાનોના વેપારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેમજ સ્વૈછીક દુકાનો બંધ રાખી પોલીસને જાણ કરી હતી. હાલ, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતાં પોલીસે ફૂટેજના આધારે વેપારીઓની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.