વડોદરાના શ્રદ્ધાપાર્ક સોસાયટી પાસે પાણીની પાઈપમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું - water line was break
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ મહાનગરપાલિકાના અણઘડ વહીવટથી હજારો લીટર પાણી વેડફાયું હોવાના અનેક બનાવો છાશવારે બન્યાજ કરતાં હોય છે. ત્યારે,સાંજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના ન્યુ.વીઆઇપી રોડ પાસે આવેલ શ્રદ્ધાપાર્ક,હરેકૃષ્ણ સોસાયટી પાસે પાણીની લાઈન તૂટી જતાં હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું. ત્યારે,પાલિકાનો કેટલોક સ્ટાફ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વ્યસ્ત હોઈ રસ્તા પર વહી રહેલાં પાણીને અટકાવવા માટે કોઈજ પગલાં લેવામાં આવ્યા ન હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.આ અંગે વડોદરા શહેર શિવસેનાના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટે સ્થળ પર પહોંચી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.