જુનાગઢ: ફટાણા લગ્ન ગીતનો એક એવો પ્રકાર કે, જેમાં વર કન્યા અને જાનમાં સામેલ તમામ જાનૈયાઓની ટીખડ લગ્ન ગીતના રૂપમાં કરવામાં આવે છે. આ પ્રકારના લગ્ન ગીત એટલે કે ફટાણા આજે લુપ્તપાઈ થવાને આરે પહોંચ્યા છે, તેમ છતાં જૂની પેઢીની મહિલા ઓ આજે પણ ટીખડ સ્વરૂપે લગ્ન ગીતના રૂપમાં ફટાણા બોલીને વર કન્યા અને જાનૈયાઓને ટીખળના રૂપમાં કટાક્ષ કરીને લોક બોલીમાં ગવાતા લગ્ન ગીતને જીવંત રાખવાનો પ્રયાસ પણ કરી રહી છે.
ટીખળના રૂપમાં આજે પણ લગ્નમાં ગવાય છે: ફટાણા લગ્ન ગીતનો આ એક એવો પ્રકાર છે કે, જેમાં વર વધુ અને જાનૈયાઓની તીખી અને આકરી ટીખળ કરીને લગ્નની મજા માણવામાં આવે છે આમ તો લગ્ન ગીતના અનેક પ્રકારો છે. પીઠી થી શરૂ કરીને કન્યા વિદાય સુધીના આઠથી દસ પ્રસંગો એવા છે કે, જે પ્રસંગને અનુરૂપ લગ્ન ગીતો ગવાતા હોય છે. આજે લગ્ન ગીતની આ પ્રાચીન પરંપરા ખૂબ ઓછી થતી જોવા મળે છે. પહેલાના સમયમાં વર અને કન્યા પક્ષના જાનૈયાઓ લગ્નના દિવસો દરમિયાન આયોજિત અલગ અલગ પ્રસંગને અનુરૂપ મહિલાઓ લગ્ન ગીતો ગાતી હતી.
જે આજે ખૂબ ઓછું જોવા મળે છે તેમાં પણ ફટાણા કે જેને વર અને વધુ ની સાથે બંને પક્ષના જાનૈયા અને તેના પરિવારો ને આકરી ટીખળ ના રૂપમાં લગ્ન ગીત રૂપે ગવાતા ફટાણા આજે અસ્તિત્વ બચાવવા જજુમી રહ્યા છે. જૂની પેઢીની કેટલીક મહિલાઓ આજે પણ લગ્ન પ્રસંગની જાણ અને જેને સાચા લગ્ન ગીત તરીકે માનવામાં આવતા હતા તેવા ફટાણા ગાઈને લોક બોલીમાં રચાયેલું અને ગવાયેલું અને આજે પણ આધુનિક લાગતુ લગ્ન ગીત આજે જીવંત રાખવાનો પ્રયાસ કરી રહી છે.
ફટાણામાં તમામની કરવામાં આવે છે મજાક: ફટાણું એક એવું લગ્ન ગીત છે કે, જેમાં લગ્નમાં શામેલ વર વધુ અને જાનૈયાઓને ખૂબ જ આકરી તીખળ કરીને તેની મજાક કરવામાં આવે છે. સામાન્ય રીતે વર અને વધુ લગ્નગ્રંથિ થી બંધાતા હોય છે, આવા સમયે તેને પણ ટીખળ કરીને છંછેડવામાં આવે છે સાથે સાથે બંને પક્ષના વેવાઈ અને લગ્નમાં સામેલ તમામ જાનૈયાઓને મજાક ના રૂપમાં ખૂબ જ આકરી ટીખળના રૂપમાં ટીકા કરીને લગ્ન ગીત રૂપે તમામને ફટાણા આપવાની એક પરંપરા આજે પણ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે.
વર્ષો પૂર્વે ફટાણામાં કેટલાક અભદ્ર કે, અશોભનીય શબ્દોનો ઉપયોગ પણ થતો હતો જે આ ફટાણા ના હાર્દમાં આજે પણ જોવા મળે છે, પરંતુ હવે આધુનિક સમયમાં અભદ્ર કે અશ્લીલ કહી શકાય તેવા શબ્દોનો ઉપયોગ થતો નથી પરંતુ કોઈને પણ ન ગમે તે પ્રકારના વિશેષણ સાથે આજે પણ ફટાણા લગ્ન ગીતના રૂપમાં ગવાય રહ્યા છે, જેને વર અને કન્યા ની સાથે સૌ જાનૈયાવો હોશે હોશે સ્વીકારી પણ રહ્યા છે.
લોક બોલીનું લગ્ન ગીત એટલે ફટાણા: લગ્ન ગીતમાં જે પ્રકારો છે તે તમામ લોક બોલીમાં બોલાતા હોય છે, તેમાં પણ સૌથી વિશેષ અને આગવું સ્થાન ફટાણા નું હતું. આજે સમય જતા આ ફટાણા લુપ્તપાઈ થયા છે, પરંતુ જૂની પેઢીની કેટલીક મહિલાઓ આજે પણ લગ્ન ગીતમાં ફટાણા બોલીને સૌરાષ્ટ્રની સૌથી જૂની લગ્ન ગીતની આ પરંપરાને આજે પણ આગળ વધારી રહી છે.
આધુનિક સમયમાં લુપ્તપાઈ થતા ફટાણાને બચાવવા માટે જુની પેઢીની મહિલાઓ સૌરાષ્ટ્રની આ પરંપરા ને આજે પણ યાદ કરે છે. ફટાણા સહનશીલતાનું પ્રતીક પણ માનવામાં આવે છે, જેથી લગ્નના દિવસે ગવાયેલું ફટાણું પ્રત્યેક વર વધુની સાથે તમામ જાનૈયાઓને સહનશીલ બનવાનું એક ઉત્તમ અને આદર્શ દ્રષ્ટાંત પણ આપે છે.
આ પણ વાંચો: