વડોદરાઃ મકરપુરા GIDCમાં આવેલી સોલાર કંપનીના કર્મચારીનું વીજ કરંટ લાગવાથી મોત - સયાજી હોસ્પિટલ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ખેડકર ફળીયામાં રહેતો 28 વર્ષીય વિશાલ પ્રજાપતિ GIDCમાં આવેલી સોલાર ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં નોકરી કરતો હતો. મોડી સાંજે વિશાલ કંપનીના ગેટની બહાર કૂતરાઓને રોટલી નાખવા માટે ગયો હતો. જે દરમિયાન કંપનીના ગેટ પાસે આવેલા વીજ કરંટ લાગતા કંપનીના સુપરવાઇઝરે સાથી કર્મચારીઓએ ખાનગી વાહનમાં તેને સયાજી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ. જે કારણે મૃતકના સગા કંપની પાસે આર્થિક વળતરની માગ કરી રહ્યા છે.