વડાલીમાં આત્મહત્યા કરનારના પત્ની બેભાન, સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા - વડાલી ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6138254-1058-6138254-1582189661706.jpg)
સાબરકાંઠા: જિલ્લાના વડાલીમાં વ્યાજખોરોના આતંકના પગલે નરેશ પટેલ નામના 30 વર્ષીય યુવકે આપઘાત કર્યો હતો. જેના પગલે ગત 6 દિવસથી મૃતકના પરિવારજનોએ ન્યાય માટે મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, બુધવારે રાત્રિએ સાબરકાંઠા જિલ્લા પોલીસે 7 આરોપીઓ પૈકી 4 આરોપીની અટકાયત કરતાં ગુરૂવારે મૃતક નરેશ પટેલની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની પત્ની બેભાન થઈ ગઈ હતી. જેથી 108 મારફતે તેમને વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં.