રાજકોટ: ખારચીયા ગામમાં નદીમાં ન્હાવા પડેલા યુવાનનું મોત, બચાવ કામગીરી દરમિયાન તરવૈયાનું મોત - Rajkot news
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ઉપલેટા તાલુકાના ખારચીયા ગામની વેણુ નદીમાં રવિવારે એક યુવાન નારણનાથ પરમાર નામનો યુવાન ન્હાવા માટે પડ્યો હતો. નદીમાં ડૂબી જતા યુવાનનું મોત નીપજ્યુ હતું. સ્થાનિક તરવૈયાએ યુવાનને બચાવવા માટે નદીમાં પડ્યા હતા. સ્થાનિક તરવૈયા સુરેશ દેવશીભાઇ વાઘેલા પણ બચાવા જતા તે પણ ડુબ્યાં હતા અને બન્નેના મોત નીપજ્યાં હતા. આ ઘટનાની જાણ થતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
Last Updated : Feb 10, 2020, 5:26 PM IST