ETV Bharat / state

બનાસકાંઠા વિભાજન: અડધા હનુમાનજીના ભરોસે તો, અડધા સરકારના ભરોસે - BANASKANTHA DISTRICT DIVISION

બનાસકાંઠા વિભાજનને લઈ મોટા આંદોલનો થઈ રહયા છે. એક તરફ ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે, ત્યારે બીજી બાજી વાવ થરાદના સમર્થનમાં બાઈક રેલી યોજાઈ હતી.

બનાસકાંઠા વિભાજન
બનાસકાંઠા વિભાજન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2025, 8:03 PM IST

બનાસકાંઠા: નવા વર્ષમાં સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને આઠ તાલુકાનો સમાવેશ કરીને નવો વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી હતી. ત્યારથી લઈને હજુ સુધી બનાસકાંઠા વિભાજનનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. કેટલીક જગ્યાએ લોકો ખુશ છે તો કેટલીક જગ્યાએ લોકો નારાજ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા વિભાજનની લડાઈ અત્યારે આરપારની લડાઈ બની ગઈ છે.

આજરોજ ધાનેરામાં હિત રક્ષક સમિતિ દ્રારા ધાનેરામાં આવેલ હનુમાન ત્રણ રસ્તા પાસે આવેલ હનુમાન મંદિર ખાતે હિત રક્ષક હવન યજ્ઞ કાર્યક્રમ યોજી હનુમાન દાદાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. શાસ્ત્રીય દ્વારા મંત્રોચાર કરી હવન યજ્ઞ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં લોકો હવન યજ્ઞમાં જોડાયા અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે ભગવાનને પ્રાર્થના કરવા આવી હતી.

બનાસકાંઠા વિભાજન (Etv Bharat Gujarat)

બીજી બાજુ વાવ થરાદના સમર્થનમાં રેલી યોજાઈ હતી, વિશાળ જનમેદની સાથે બાઈક રેલી યોજી સમર્થન સામે આવતા રાજકીય ભૂકંપ સર્જાયો અનેક આગેવાનોએ વાવ થરાદ જિલ્લાનું સમર્થન કરી કહ્યું કે, અમારો જિલ્લો વાવ થરાદ... ત્યારે જોવાનું એ રહ્યું કે, આવનાર સમયમાં આ જિલ્લા વિભાજનનો મુદ્દો કેવા કેવા વળાંક લે છે.

આમ તો ધાનેરામાં વાવ થરાદ જિલ્લાને લઈ આક્રોશ હતો, પણ આજે વિશાલ બાઈક રેલી દ્રારા વાવ થરાદ જિલ્લાની જ માંગ કરતા ધાનેરા તાલુકાનું રાજકીય ગણિત જ બદલાઈ ગયું. અનેક ગામડાથી લોકો મોટી સંખ્યામાં બાઈક રેલીમાં જોડાતા પ્રબળ સમર્થન વાવ થરાદ જિલ્લાને આજે ધાનેરામાં મળ્યું હતું.

બનાસકાંઠા વિભાજન (Etv Bharat Gujarat)

આજે તમામ આક્ષેપોનો જવાબ જ આગેવાનો આપી વાવ થરાદ જિલ્લાને સમર્થન આપતાં ધાનેરાનું રાજકીય ગણિત જ ગણતરીમાં બદલાઈ ગયું હતું. લોકો એ જ કહ્યું કે, અમારા નેતા નરેન્દ્ર મોદી અમારો વિકાસ વાવ થરાદ સાથેનો સુર વ્યક્ત કરી વિશાળ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બીજી તરફ ભાજપ હમેશા હર સુખ દુઃખમાં સાથે જ જોવા મળી રહ્યું છે. લોકો એ કહ્યું કે, પૂરમાં કોણ આવ્યું હતું મદદે? લમ્પી વાયરસમાં પણ કોણ હતું સાથે? કોરોના કાળમાં સરકાર સાથે હતી તો અમે સરકારના નિર્ણયનો વિરોધ કેમ કરીયે અમને લાગે છે કે, સરકારે ધાનેરા માટે જે નિર્ણય કર્યો છે એ અમારા સારા માટે જ હશે એટલે અમે વાવ થરાદનું સમર્થન કરીયે છીએ અમે વાવ થરાદને સંપૂર્ણ સાથે જ છીએ.

વિશાળ બાઈક રેલીનો મોટો રેલો જ બતાવી રહ્યો છે કે, ધાનેરા તાલુકામાં જનતા કોની સાથે છે, પણ હજુ રાજકારણમાં ગરમાવો યથાવત હોવાથી આવા અનેક આંદોલનમાં અનેક વળાંક સામે આવે તો પણ નવાઈ નહીં...

આ પણ વાંચો:

  1. 'વીજળી માટે વલોપાત', આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતના આ ગામ અંધારામાં
  2. અમદાવાદથી ST વૉલ્વો બસમાં લઈ જશે મહાકુંભઃ 4 દિવસના પેકેજનો ભાવ તો જુઓ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.