Unseasonal Rains In Kutch: પૂર્વ કચ્છમાં ભારે પવનની સાથે કરાનો વરસાદ
🎬 Watch Now: Feature Video
કચ્છ જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ (Unseasonal Rains In Kutch)છવાયેલું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 3 દિવસથી કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પૂર્વ કચ્છ જિલ્લાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, તો બપોર બાદ ભારે પવનની સાથે કરાનો વરસાદ પણ વાગડ વિસ્તારમાં વરસ્યો હતો જેને પગલે ઉભા પાકને ભારે નુક્સાન પહોચ્યું હતું. કમોસમી વરસાદના કારણે ખેડૂતો-માલધારીઓમાં ચિંતા ફેલાઈ છે. માવઠાના કારણે ખેતીના ઉભા પાક અને ઘાસને નુકશાન પહોંચવાની ભીતી પણ ખેડૂતોમાં ફેલાઈ છે.